Bhajan Sangrah Song 86 Mujhane shodhanaar prem!

Bhajan Sangrah Song 86 Mujhane shodhanaar prem!

Song 86 Mujhane shodhanaar prem!

Lyrics of Bhajan Sangrah Song 86 Re prem, mujhne shodhanaar…

Song 86 Title – Mujhane shodhanaar prem!

“O the love that sought me”
Tune :A.H. 562
Kartaa :A. J. Gordon
Anu. :V. K. Master
7,6,7,6,8,8 Swaro
1Tene re’mathi shodha kari, paapathi hu khinn, laachaar,
Te laavyo mane phari todaamaa biji vaar,
Tyaare gaayu dootoae gaan, jyaa lag gaaji rahyu aasamaan.
Tek:Re prem, mujhne shodhanaar ! Re rakta, mujhne taaranaar !
Rere’ma, mujhne laavanaar todaamaay ! Ajab re’ma je laavanaar todaamaay!
2Tene dhoyaa paapanaa ghaa redi draakshaaras ne tel;
Te bolyo: “Tu che maaro, me tane che shodhel;”
Sunel nahi sur aavo madhur, thayu tethi harshit muj ur!
3Bataavyaa ghaa khilaanaa tene vethel muj kaaj;
Tem j shir par thatthaathi mukel je kantaka taaj;
Taajub vaat mujamaa shu che isht ke se’ te aavu bhaare kasht !
4Hu chu teni hajuramaa, mukh tenu bahu ujjaval,
Tenu bhajan karataamaa, aashish paamu pushkal,
Laage tunko anantkaal pan karvaa tenaa puraa vakhaan.

Lyrics of Bhajan Sangrah Song ૮૬ રે પ્રેમ, મુજને શોધનાર ! રે રક્ત, મુજને તારનાર !…

Song ૮૬ Title – મુજને શોધનાર પ્રેમ !

“O the love that sought me”
Tune :A.H. 562
કર્તા :એ. જે. ગોર્ડન
અનુ. :વી. કે. માસ્ટર
૭,૬,૭,૬,૮,૮ સ્વરો
તેણે રે’મથી શોધ કરી, પાપથી હું ખિન્ન, લાચાર,
તે લાવ્યો મને ફરી ટોળામાં બીજી વાર,
ત્યારે ગાયું દૂતોએ ગાન, જ્યાં લગ ગાજી રહ્યું આસમાન.
ટેક:રે પ્રેમ, મુજને શોધનાર ! રે રક્ત, મુજને તારનાર !
રેરે’મ, મુજને લાવનાર ટોળામાંય ! અજબ રે’મ જે લાવનાર ટોળામાંય!
તેણે ધોયા પાપના ઘા રેડી દ્રાક્ષારસ ને તેલ;
તે બોલ્યો: “તું છે મારો, મેં તને છે શોઘેલ;”
સુણેલ નહિ સૂર આવો મધુર, થયું તેથી હર્ષિત મુજ ઉર!
બતાવ્યા ઘા ખીલાના તેણે વેઠેલ મુજ કાજ;
તેમ જ શિર પર ઠઠ્ઠાથી મૂકેલ જે કંટક તાજ;
તાજુબ વાત મુજમાં શું છે ઈષ્ટ કે સે’ તે આવું ભારે કષ્ટ !
હું છું તેની હજૂરમાં, મુખ તેનું બહુ ઉજ્જવળ,
તેનું ભજન કરતાંમાં, આશિષ પામું પુષ્કળ,
લાગો ટૂંકો અનંતકાળ પણ કરવા તેનાં પૂરાં વખાણ.

Learn Singing and Songwriting like a Superstar

singing in a church choir group

Please follow and like us:
No Comments

Post A Comment

error

Enjoy this blog? Please spread the word :)