Bhajan Sangrah Song 6

Bhajan Sangrah Song 6

O naath, padhaaro, aavi ugaaro sharanaagatane aaj, Ugaaro, sharanaagatane aaj. Bhajan Sangrah Song 6, Gujarati Christian Song 6


Bhajan Sangrah, Song, 6, Gujarati, Christian, Song 6, o Nath Aavi Padhari, o Parabhu, Amara Bal Tamara, Navkarso Naraj, Amone Nav Karso Naraj

૬ – ઈશ્વરને આમંત્રણ


૬ – ઈશ્વરને આમંત્રણ
(રાગ મિશ્ર દરબારી.
તાલ : કેહરવા)
કર્તા : સી. એમ. જસ્ટીન
ટેક : ઓ નાથ, પધારો, આવી ઉગારો શરણાગતને આજ,
ઉગારો, શરણાગતને આજ.
ઓ પ્રભુ અમારાં, બાળ તમારાં, નવ કરશો નારાજ,
અમોને નવ કરશો નારાજ.
આશિષો સૌ છે તમ પાસે, કૃપા તમારીથી ઉગરાશે,
પાપ અમારાં માફ કરીને, શુદ્ધ કરો મન આજ….
ઓ પ્રભુ.
દેવ તણા હલવાન તમે છો, વચન તમારાં પૂર્ણ કરો છો,
રક્ત તણો છંટકાવ કરીને, શુદ્ધ કરો હમણાં જ….
ઓ પ્રભુ.
મંડળ તમારું મંદિર માંહે, રહે ન કોઈ તમ વિણ ત્યાંયે,
પવિત્રતાનાં દ્વાર ઉઘાડો, કરગરીએ મહારાજ….
ઓ પ્રભુ.
આશિષો પર આશિષ દઈને, શેતાની બળ દાબી દઈને,
સ્વર્ગ તણાં વચનો સંભળાવી, પ્રસરાવો તમ રાજ….
ઓ પ્રભુ.

6 – Ishwarne Aamantran


6 – Ishwarne Aamantran
(Raag Mishr Darbaari.
Taal : Keharava)
Kartaa : C. M. Justin
Tek : O naath, padhaaro, aavi ugaaro sharanaagatane aaj,
Ugaaro, sharanaagatane aaj.
O prabhu amara, baal tamaara, nav karasho naaraaj,
Amone nav karasho naaraaj.
1 Aashisho sau che tam paase, krupa tamaarithi ugaraashe,
Paap amaara maaf karine, shuddh karo man aaj….
O prabhu.
2 Dev tana halavaan tame cho, vachan tamaara purn karo cho,
Rakt tano chantkaav karine, shuddh karo hamana j….
O prabhu.
3 Mandal tamaaru mandir maahe, rahe na koi tam vin tyaaye,
Pavitrataana dwaar ughaado, karagarie maharaaj….
O prabhu.
4 Aashisho par aashish daine, shetaani bad daabi daine,
Swarg tana vachano sambhalaavi, prasaraavo tam raaj….
O prabhu.